સવર્ણ સમાજમાં `બેચેની` માટે કેન્દ્ર સરકાર જવાબદાર: કોંગ્રેસ
કોંગ્રેસે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારક કાયદાની કડક જોગવાઈઓને લઈને સમાજના એક વર્ગ દ્વારા કથિત રીતે વિરોધ કરવાના બેગ્રાઉન્ડમાં બુધવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
નવી દિલ્હી: કોંગ્રેસે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારક કાયદાની કડક જોગવાઈઓને લઈને સમાજના એક વર્ગ દ્વારા કથિત રીતે વિરોધ કરવાના બેગ્રાઉન્ડમાં બુધવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સવર્ણ સમાજમાં બેચેની માટે પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જવાબદાર છે.
પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે માનીએ છીએ કે સમાજના દરેક વર્ગને શાંતિપૂર્ક રીતે પોતાની વાત રજુ કરવાનો, પક્ષ રાખવાનો પૂર્ણ અધિકાર છે. દેશમાં કોઈ ખરાબ અર્થવ્યવસ્થા છે, ડૂબતો રૂપિયો છે, ભયંકર રોજગારી છે, દોષપૂર્ણ જીએસટી છે, લઘુ અને મધ્ય ઉદ્યોગો એમએસએમઆઈ પર જબરદસ્ત માર પડી રહ્યો છે, ભ્રષ્ટાચારી કૌભાંડો છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સવર્ણો સહિત સમાજના તમામ હિસ્સાઓમાં બેચેની, ચિંતા અને આક્રોશ છે.તો તે માટે જવાબદાર કોણ છે. તેની જવાબદારી સરકારની છે. આજે આ જવાબદારી સીધી ભાજપા સરકારની નહીં માનનીય વડાપ્રધાનજીની પણ છે જેમણે બધાનો સાથ બધાનો વિકાસ જેવી શબ્દાવલીને આટલી વિકૃત કરી નાખી છે.
કોંગ્રેસના લોહીમાં બ્રાહ્મણ સમાજનું ડીએનએ હોવા સંબંધે પાર્ટીના પ્રમુખ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાના નિવેદનનો પણ સિંઘવીએ બચાવ કર્યો. તેમણે કહ્યું કે 'સૂરજવાલાજીની રેલી અને તેમના વ્યક્તિત્વને જેણે પણ સાંભળ્યુ હશે તેઓ તેમના પર આરોપ લગાવી શકે નહીં. શું તમે સમજો છો કે બ્રાહ્મણ સમાજની પીડા ઓછી છે? કે બીજા વર્ગોની પીડા ઓછી છે? હરિયાણામાં બ્રાહ્મણ સમાજ ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. શું કોઈ તેનાથી ઈન્કાર કરી શકે ખરા?'
સિંઘવીએ કહ્યું કે 'બ્રાહ્ણણ સમાજમાં ગરીબ બાળકોને ભણવા માટે મદદ કરવામાં આવે તો તેમાં શું ખોટું છે? ભાજપ તેની કેમ ટીકા કરી રહ્યો છે? આ ટીકા ભાજપની વિકૃત સોચને દર્શાવે છે.'
( ઈનપુટ-ભાષા)